ધરમપુર: શૈક્ષણિક સત્રના પ્રારંભમાં D-SELF (Save Emergancy Life Fund) ગ્રુપ કાંગવી દ્વારા માતા પિતા વગરના 60 જેટલા નિરાધાર બાળકોને દાતાઓના સહયોગ શૈક્ષણિક કીટનું વિતરણ કરી એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ Save Emergancy Life Fund દ્વારા આયોજિત શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં કાંગવી ગામના સરપંચ, શ્રીમતી દેવીબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચશ્રી રવિન્દ્રભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, વિધ્યાનંદેશ્વર મંદિરના ટ્રસ્ટ પ્રમુખ ચંપકભાઈ પટેલ, ભરતભાઇ આઈ. વાઢુ.ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ નવસારી વગેરે મહાનુભાવોએ આ કાર્યક્રમમાં પધારી બાળકો તથા D- self ગ્રુપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
D-Self ગ્રુપ દ્વારા આપવામાં આવેલ આ કીટમાં બેગ, નોટબુક, કંપાસ બોક્ષ, ડ્રોઇંગ બુક, સ્કેચ પેન, સ્લેટ અને પેન, દેશી હિસાબ, તથા પેન્સિલ, રબર અને સંચાનું ધોરણ પ્રમાણે અલગ અલગ કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું. કીટ વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રીતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

