વાંસદા: 14 મી જુન “વિશ્વ રક્તદાતા દિવસે” ની ઉજવણી નિમિતે કોટેજ હોસ્પિટલ વાંસદા અને રેડ કોર્સ સોસાયટી નવસારીના સંયુક્ત ઉપક્રમે વાંસદા હોસ્પિટલમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 42 યુનિટ જેટલું રક્તદાન થયું હતું
Decision News ને મળેલી માહિતી પ્રમાણે રક્તદાન કેમ્પ તાલુકા હેલ્થ કચેરી વાંસદા કોટેજ હોસ્પિટલ વાંસદા અને રેડ કોર્સ સોસાયટી નવસારી ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાએથી ડોક્ટર ભાવેશ પટેલ ઈએમઓ નવસારી, સુપ્રિટેન્ડન ડોક્ટર મોહિની પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ પટેલ ,આરએમઓશ્રી ડોક્ટર ભરત પટેલ હાજર રહેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન કેમ્પને તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઇઝરઅને કોટેજ હોસ્પિટલના સ્ટાફ ,પીએસસીના મેડિકલ ઓફિસર સુપરવાઇઝર, એમપીએચ ડબલ્યુ અને તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો. 42 યુનિટ જેટલું રક્ત ભેગું કરી માનવતાની સેવામાં મૂકી રક્ત્દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

