વાલોડ: આજે હલકી કક્ષાનો મટીરીયલ વાપરવાના કારણે વાલોડ તાલુકાના દેગામા ગામને જોડતો પુલ તૂટી પડવાનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈને તૂટ્યો આ પુલ નો કોન્ટ્રાક્ટર કોણ ? અને જવાબદાર મુખ્ય અધિકારી પર કાર્યવાહી ક્યારે કરાશે ખરી કે પછી આદિવાસી વિસ્તારોમાં તો સબ ચલતા ની થીયરી જોવા મળશે એવું લોકો કહી રહ્યા છે. ?
જુઓ પુલ તૂટી પડયાનાના દ્રશ્યો..
તાપી જિલ્લામાં ચાલતા તમામ સરકારી કામમાં હલકી કક્ષાનું મટેરીયલ વાપરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને તાપી જિલ્લા કલેકટર સખત કોઈ પણ કાર્યવાહી કેમ નથી કરતાં એ સમજમાં નથી આવતું અને રાજકીય નેતાઓ અને માનનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાના કારણે થઈ રહ્યા છે તાપી જિલ્લામાં હલકી કક્ષાના કામો તેવા આક્ષેપોની તપાસ જરૂરી છે એમ લોકો Decision News ને જણાવી રહ્યા છે.
લોકો જણાવે છે કે દેગામા ગામના બની બેઠેલા બિન આદિવાસી નેતા અને સ્થાનિક રાજકારણીઓએ દેગામા ગામને બરબાદ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. 9:35 AM ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટન સમયના ફોટો વોટ્સએપ સ્ટેટસ અને સોશિયલ મીડિયામાં મુકતા બની બેઠેલા નેતાઓ અને ભ્રષ્ટાચારી રાજકારણીઓ પુલ તૂટી પડવાના ફોટા અને વીડિયો કેમ નથી મુકતા ? ભ્રષ્ટાચારીઓ એમ લોકો પૂછી રહ્યા છે .

