નવસારી: આજે લોહીના સંબંધોને શર્મસાર કરતો અને પુત્ર કપૂત બન્યા નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસ્થિર મગજના સગા પુત્રએ જ માતાના ગળા પર ચપ્પુ ફેરવી મોતને ઘાટ ઉતારવાણી કોશિશ કરી પણ મૃત્યુ ન થતાં બાદમાં માતાનું ગળું દબાવી હત્યા કરી આ હિંસક પુત્રને સંતોષ ન થતા તેણે માતાના મૃતદેહને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ બીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારની પદ્મશાલી કોપરેટીવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પ્રિયાંક રણછોડભાઈ ટંડેલે માતા સુમિત્રા ટંડેલ સાથે બોલાચાલી મુદ્દે ગુસ્સામાં આવીને સવારે 9:00 વાગે માતાના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને માતાનું મોત ન થતાં તેણે ગળું દબાવીને માતાની હત્યા કરી અને ત્યાર બાદ મૃતદેહને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મનને હચમચાવનારી ઘટના વિષે આ કપૂત પુત્રની બહેને જ પોલીસ આગળ કરી અને હાલમાં પોલીસ હત્યારા પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીની બહેને ફરિયાદ નોંધાવી છે કે, ભાઇ પ્રિયાંક છેલ્લા લાંબા સમયથી અસ્થિર મગજનો છે, તે દવા પણ લેતો હતો. જો દવા બંધ કરે તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેતો હતો. પ્રિયાંક કોલેજમાં હતો ત્યારે કેટલાક વિષયોમાં તે નાપાસ થયો હતો અને ત્યારથી હતાશ બની ડિપ્રેશનમાં ગરકાવ થયો હતો. માનસિક સ્થિતિ બગડતા માતા બહેનો પર હાથ ઉપાડવું એ એના માટે આમ વાત હતી. પરિવાર પણ તેની માનસિક સ્થિતિને જોઈને તમામ અત્યાચાર સહન કરતા હતા. પણ આ વખતે તો હદ જ થઇ ગઈ..!