વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના કણધા ગામમાં નિવૃત જવાન HIV જેવા અસાધ્ય રોગથી કંટાળી પોતાના ઘરમાં લાયસન્સવાળી બંદૂકથી મોઢા ઉપર ગોળી મારી આપઘાત કરી લીધાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના કણધા ગામના માળ ફળિયામાં રહેતા રમણભાઈ સોનુભાઈ માહલા બી.એસ.એફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી વર્ષ-2010ની સાલમાં નિવૃત્ત થયા હતા. તેમની પાસે બાર બોરની લાયસન્સવાળી બંદૂક હતી. રમણભાઈને વર્ષ-2009માં HIV જેવા અસાધ્ય રોગ લાગુ પડી જતા તેની સારવાર નવસારી સિવિલમાં ચાલતી હતી. વર્ષ-2018મા બેંક ઓફ બરોડા વાંસદામાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મળી ગઈ હતી પણ તેમની બીમારીમાં કોઈ સુધાર ન આવતાં તેમણે આકાહ્રે કંટાળીને ગતરોજ 6.10 વાગ્યાની આસપાસ ઘરના રૂમમાં ફ્રેશ થવા જતા પોતાની લાયસન્સવાળી બંદૂક ગળાના ભાગે મૂકી ગોળી ચલાવી આપઘાત કરી લીધો હતો.
બંદુકની ગોળીનો અવાજ આવતા તેમનો પુત્ર રૂમમાં દોડી આવ્યો અને ત્યાં જોયું તો પિતા મૃત હાલતમાં અને બંદૂક તેમજ ફૂટેલા કારતૂસ જોવા મળ્યા હતા. મૃતક રમણભાઈ પુત્ર હાર્દિક મહાલાએ વાંસદા પોલીસ સમગ્ર ઘટના મુદ્દે જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ PM ની વિધિ પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

