અમદાવાદ: વર્તમાન સમયમાં બિપરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ઈશ્વરને પ્રાર્થના કરીએ આપણું ગુજરાત સલામત રહે.

બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની દહેશત ના પગલે રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાને ધ્યાને રાખી કોસ્ટગાર્ડ, એન.ડી.આર.એફ. સહિતની ટીમ સતર્ક બની છે.

વાવાઝોડાની દહેશત વચ્ચે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વાવાઝોડાની અસરો શરૂ થઈ છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાઓ પર લોકો સાવચેત અને જાગૃત બની કોંગ્રેસ કાર્યકરોને પણ આહવાન કરી ભેદભાવ વગર મદદ કરવા અનુરોધ કર્યો છે. વધુમાં કહ્યું કે આશા રાખું છું. કે સરકારી તંત્ર પણ પુરી તકેદારી રાખશે જેથી આપણે કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે