આહવા: ગતરોજ આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી શામગહાન જતાં રસ્તા પર બે બાઇક સામસામે અથડાતાં એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બીજા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Decison News ને મળેલી માહિતી મુજબ આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી શામગહાન જતા આવતી બારી પાસે વળાકમાં ગલકુંડ ગામના હરેશભાઈ રાઉત તેમના મિત્ર સોમનાથ ગામીત સાથે GJ-30-C-9785 નંબર ની બાઈક પર ચીંચપાડા ગામ જઈ રહ્યાં હતા ત્યારે ગલકુંડના રહેવાસી મહેન્દ્રભાઇ બાબુરાવભાઇ ચૌધરી GJ-05- GH-4075 નંબરની પોતાની પલ્સર બાઈક સાથે પૂરઝડપે રોંગ સાઇડે હંકારીને આવી રહ્યા હતા તેવામાં બંને બાઈક સામ સામે અથડાઈ હતી.
આ અકસ્માતમાં હરેશભાઈ રાઉત અને તેમના મિત્રને નાની મોટી ઇજા થવા પામી છે અને મહેન્દ્રભાઈ ચૌધરીને માથાના ગંભીર ઇજા થતા ગલકુંડ PHC માં સારવાર માટે લઈ જવાયા હતા.પણ પછી આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છતાં સારવાર દરમિયાન મહેન્દ્રભાઈ ચૌધરીનું મોત થયું હતું.











