ગુજરાત: બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. અને હવામાન વિભાગના કહ્યા મુજબ બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર કરાઈ છે.
વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. એવા સંજોગોમાં જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર થઈ છે. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પોલીસની સમગ્ર ટીમ ઉપર જિલ્લા પોલીસવડા ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે.