અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જગદીશ ઠાકોરના રાજીનામાંથી ખાલી પડેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિવડેલા અને ગાંધી પરિવારના વિશ્વાસુ નેતા શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. હવે લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી બેઠી કરવાની જવાબદારી હવે બાપુના સિરે આવી છે.

2 દિવસ પૂર્વે કોંગ્રેસના નેતાઓ દિલ્લી હાઇકમાન્ડમાં રજુઆત લઈને ગયા હતા કે જલ્દી નિમણુંકો આપવામાં આવે. રજૂઆતના 48 કલાકમાં જ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બેઠી કરવી અને કાર્યકરોમાં વિશ્વાસ જગાવવાનો મહત્વનો ટાસ્ક શક્તિસિંહ ગોહિલે પૂર્ણ કરવો પડશે.

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કાર્યકરોમાં ફરી એકવાર પક્ષમાં વિશ્વાસ ઉભો કરી દોડતા કરવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવાના મોટા પડકાર શક્તિસિંહ ગોહિલ સામે રહેશે.