કપરાડા: ગતરોજ કપરાડાના ઓઝરડા ગામમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતી યુવતીને ઓડિટની ચકાસણીની આડમાં વલસાડના સીનિયર સુપ્રિટેન્ડન્ટ પાછળથી કમરના ભાગે પકડી લઇ છેડતી થયાની ઘટના સામે આવી છે. જેને લઈને નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના ઓઝરડા ગામના ઘોરી ફળિયામાં પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતી વલસાડ જીલ્લાના ગુંદલાવની યુવતીએ નાનાપોંઢા સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે 2 મે ના રોજ વલસાડ હેડ ઓફિસના સીનિયર સુપ્રિટેન્ડન્ટ પટ્ટા બી. રામન પોસ્ટ ઓફિસે ઓડિટ ચેક કરવા આવ્યા અને મારી પાસે રજીસ્ટરો જોવા માંગતા મેં જુદા જુદા રજીસ્ટરો બતાવ્યા હતા. તેમણે અમુક સૂચનો નોંધ કરવા જણાવ્યું અને હું સુચનોની નોંધ કરી રહી હતી. ત્યારે અધિકારીએ બાજુમાં બીજી ખુરશીમાં બેસી સુચનો આપતા- આપતાં મારા હાથની આંગળીઓ સાથે પોતાની આંગળી ટચ કરી રાહ્યો હતો જેથી હું ત્યાંથી દુર થઇ ગઈ. પછી હું રફબુક ટેબલ પર મૂકી સુચનો લખી રહી હતી ત્યારે બુક ટેબલ પરથી લઇ મારા ખોળામાં મુકવાની આડમાં હાથથી જાંઘ ઉપર સ્પર્શ કરવા લાગ્યા હતા.
આ ઉપરાંત પેટીમાં રજીસ્ટરો મુકતી વખતે પણ અધિકારી પાછળ આવી તેના બંને હાથથી કમરના ભાગે પકડી લીધી હતી. આમ અવાર નવાર સીનિયર સુપ્રિટેન્ટન્ડ પટ્ટા બી. રામન મને સ્પર્શ કરીને મારી છેડતી કરી છે જેને લઈને મેં પોલીસ ફરિયાદ કરી છે. યુવતીનું કહેવું છે કે પટ્ટા બી. રામન મને કહ્યું કે હું એકલો રહું છું રવિવારે મને મળવા આવજે..!

