વાંસદા: દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને તમામ આગોતરા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ઈમરજન્સીની સ્થિતીમાં સંકલન સાધવા માટે કંટ્રોલ રુમ શરુ કરી દીધો છે. અને દક્ષિણ ગુજરાત જિલ્લાઓની સાથે ગાંધીનગરથી સીધુ સંકલન સાધી શકાય એ માટે આયોજન કર્યું છે.

વાવાઝોડાની સ્થિતી દરમિયાન રાહત અને મદદની ટીમો ઝડપથી સ્થળ પર પહોંચાડવાનુ આયોજન પણ કરી શકાય અને  તેમજ અન્ય વિકટ પરિસ્થિતીઓમાં મુશ્કેલી ઘટાડવાનો નુક્શાન પ્રયાસ કેવી રીતે કરી શકાય એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માટે તમામ સૂચનાઓ અધિકારીઓ અને વિભાગોને આપી દેવામાં આવી છે.

અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપરજોયે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. આગામી 24 કલાકની અંદર જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં મોટાપાયે વાતાવરણમાં પલટો આવી શકે છે. આની ગંભીર અસર પણ દરિયાકાંઠાના જે તે વિસ્તારો પર થશે. IMDની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 NDRF ટીમો અને 11 SDRF ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ છે. માછીમારોને ૧૪ જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.