કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં આવેલા વાડધા, જામગભાણ અને મનાલા ગામના આદિવાસી લોકોને સમાવતી સસ્તા અનાજની દુકાન સ્થાનિકોને સોંપવા મુદ્દે વાડધા મનાલા ગ્રુપ ગ્રામપંચાયત અને જામગભાણ પંચાયતે ગ્રામ સભામાં સ્થાનિકોને સસ્તા અનાજની દુકાનનું સંચાલન સોંપવા અંગેનો ઠરાવ કરી ગુરુવારે કલેકટરને રજુઆત કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

 આવો જોઈએ શું કહ્યું સરપંચે..

કપરાડા તાલુકાના વાડધા નાલા ગ્રુપ પંચાયત અને જામગભા એમ ત્રણ ગામોને સમાવતી સસ્તા અનાજની દુકાન વર્ષોથી એકજ અન્ય વિસ્તારના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી હોવા મુદ્દે અને અનાજ વિતરણની ફરિયાદો સંદર્ભે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ લઈને ગ્રામ્ય વિજિલન્સ કમિટી વાડધાના અધ્યક્ષ અને વાડધા મનાલા ગ્રુપ પંચાયત સરપંચ જયેન્દ્ર ગામીતે જણાવ્યું કે જો અમને ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કે ધરણા કરવાંની ફરજ પડશે.