ખેરગામ: કોણ કહે છે ગુજરાતમાં દારૂબંદી છે ગુજરાતમાં દારુ આવે છે, પીવાય છે અને પોલીસ દ્વારા પકડાઈ પણ છે ગતરોજ ખેરગામ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાંથી પ્રોહીબિશનના ગુના હેઠળ ઝડપાયેલા દારૂ અધિકારીઓની હજારીમાં રોલારથી નાશ કરાયો.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની સુચનાથી ખેરગામ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલો ભારતીય બનાવટની વિદેશી દારુના નાશની કાર્યવાહી કરાઈ હતી આ ઉપરાંત ડી.આઇ.પટેલ સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ વાંસદા ,એસ.કે.રાય નાયબ પોલીસ અધિક્ષક નવસારી, એ.એસ.પટેલ નશાબંધી અને આબકારી અધિકારી તથા જે.કે.સોલંકી કાર્યપાલક મેજીસ્ટ્રેટની કચેરી ખેરગામ જેવા હાજર રહ્યા હતા.
ખેરગામ વેણ ફળીયા ડમ્પિંગ સાઇડની જગ્યામાં પ્રોહીબીશન મુદામાલ નો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ખેરગામ પોલીસના કહ્યા મુજબ કુલ 36 કેસમાં ઝડપાયેલા દારૂની બોટલ નંગ 9169 જેની કુલ કિંમત 877620 રૂપિયાના દારૂની બોટલોઓ રોલરથી નાશ કરાયો છે.

