ગાંધીનગર: ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગાંધીનગર ખાતે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટેની નોટિફિકેશન 8 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જૂન 2023 છે. આ ભરતી માટેની તમામ અપડેટ્સ તમને https://www.gidb.org/ પર મળી રહેશે.
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GIDB ગાંધીનગર દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર, જુનિયર ટાઉન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ તથા ઓટોકેડ ઓપરેટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર – 75,000, જુનિયર ટાઉન પ્લાનર – 32,000, પ્લાનિંગ આસિસ્ટન્ટ – 30,000, ઓટોકેડ ઓપરેટર – 13,000 હોવાનું જાણવા મળ્યું છે.
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે અને ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની આ ભરતીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની 10, જુનિયર ટાઉન પ્લાનરની 04, પ્લાનિંગ આસિસ્ટન્ટની 02 તથા ઓટોકેડ ઓપરેટરની 03 જગ્યા ખાલી છે.
આ પ્રમાણે અરજી શકશો: આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. GIDB ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.gidb.org/પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા તેની પ્રિન્ટ કાઢી લો. પછી આ અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરી સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી દો ત્યાર બાદ અરજી GIDB, બ્લોક 18, 8મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર – 11, ગાંધીનગર – 382010 છે. તમારે આ સરનામા પર સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

