ગુજરાત:રકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશનને તબક્કે વિદ્યાર્થીને પાંચ હજારથી 7 હજાર સ્કોલરશિપ 1,451 પ્રાઈવેટ- ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી 400ની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિને પગલે એક જ દિવસમાં ‘જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ’ને હવે ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’માં ફેરવી નાખ્યો છે.

ધોરણ-6 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના નામે પ્રાઈવેટ સ્કૂલોને વિદ્યાર્થી દિઠ રૂપિયા 20 હજાર સુધીની સહાય ચૂકાવવાનો પ્રોજેક્ટ પડતો મુકી રાજ્યના શિક્ષણ વિભાગે બુધવારે મેરિટ સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરીને સળંગ 7 વર્ષ માટે પ્રતિવર્ષ 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હેઠળ સીધી સહાય ચૂકવાશે. હવે ‘જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ‘ને સ્થાને ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના’ નવી યોજના અમલમાં મુકી એમ વહીવટીતંત્ર નું કહેવું છે.

શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગ દ્વારા આ ઠરાવ જાહેર થયો આ ઠરાવમાં કોમન કોમન ટેસ્ટમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ઈચ્છાનુસાર સ્કૂલમાં એડમિશનની છુટ મળશે. સ્કૂલની યાદી નિયત માપદંડોને આધિન શિક્ષણ વિભાગ દ્વાર દર વર્ષે તૈયાર કરાશે. જે રકમ સીધી સ્કૂલોને મળનાર હતી તેના સ્થાને હવે પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશનને તબક્કે વિદ્યાર્થીને જ સીધા તેના બેંક ખાતામાં રૂ.20 હજારથી લઈને રૂ.25 હજાર સુધી સ્કોલરશીપ મળી જશે. જો વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખે તો ત્યાં ફીનું ધોરણ ઓછુ કે ન હોવાથી રૂ.5,000થી 7 હજાર સુધી સ્કોલરશીપ મળશે. એટલુ જ નહિ, વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લેશે તો આવી શાળાને પણ પ્રોત્સાહનરૂપે રૂપિયા ચાર હજાર સુધીની સહાય કરવાનો નિર્ણય કરાયો છે.