ચીખલી: આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે ખિલવાડ કરવામાં આવે છે તેનો દાખલો સામે આવ્યો છે. આજરોજ ચીખલીના પીપલગભાણ ગામમાં આવેલી વર્ગ શાળામાં નાના ભૂલકાઓના મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતાં બાળકોના વાલીઓમાં આક્રોશ આવી ગયાની ઘટના બનવા પામી છે.

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના પીપલગભાણ ગામમાં આવેલી વર્ગ શાળામાં 34 જેટલાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે આજે તેઓ જ્યારે જમવા માટે બેઠા ત્યારે તેમને ગરોળી રંધાય ગયેલું મધ્યાહન ભોજન પીરછવામાં આવ્યું હતું. આદિવાસી નાના ભૂલકાઓ આરોગ્ય સાથે ચેડાં કરતાં મધ્યાહન ભોજનવાળાઓ લઈને વાલીઓ અને આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ ફાટ્યો છે. આ ગરોળી વાળી ભોજન બીજી ઘણી આદિવાસી વિસ્તારોમાં આવેલી શાળાઓમાં ગયું હશે અને ત્યાંના વિદ્યાર્થીઓએ તો જામી પણ લીધી હશે. વિચાર તો કરો આ નાના ભૂલકાઓના આરોગ્ય સાથે રમત રમતા મધ્યાહન ભોજનવાળાની માનસીકતા કેવી હશે ?  જો આ ઘટનામાં બાળકો બીમાર થયા તો એના માટે જવાબદાર કોણ ?

આ ઘટનાને લઈને વર્ગ શાળાના આચાર્ચ સંગીતાબેને Decision News સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આજે અમારા ત્યાં રંધાયેલી ગરોલીવાળું મધ્યાહન ભોજન આવ્યું હતું. અમુક બાળકોએ કદાચ ભોજન જામી પણ લીધું હશે પણ અમારું ધ્યાન જતાં અમે એ ભોજન વહેચવાનું બંધ કરાવી દીધું હતું આ બાબતે અમે TPO અને DPEO ને ફરિયાદ કરી છે હવે આ મામલામાં તેઓ જ કોઈ નિર્ણય કરશે.

સવાલ એ થાય છે કે આદિવાસી બાળકોના આરોગ્ય સાથે ચેડાં ક્યાં સુધી થતાં રેહશે. આદિવાસી સમાજના આગેવાનો નેતાઓ વગેરે આ વિષે કેમ કઈ બોલતા નથી ? કદાચ એમના બાળકો ખાનગી શાળામાં ભણતા હશે એમના બાળકોને સારું ભોજન મળતું હશે. ગરીબના બાળકો સાથે જે થાય તે એમ નેમ લઈને તો નથી બેસી ગયાને ? જોઈએ આ ઘટના પછી મધ્યાહન ભોજનવાળા પર શું પગલાં લેવાય છે.