પારડી: આજરોજ બપોરના સમયગાળામાં પારડીના સુખલાવ ગામના વચલા ફળિયાના એક યુવાને પાર નદી પરના પુલ પર પોતાની GJ-15-BQ-0866 નંબરની બાઈક મૂકી પાર નદીમાં મોતની છલાંગ ગળાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુઓ વિડીયો..
ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ સ્થળ પર પોહચી ગઈ હતી અને હોડી વાળા પણ યુવકની લાશ શોધવા લાગી ગયા હતા. પારડીના સુખલાવ ગામના વચલા ફળિયાના યુવકે આ આપઘાતનું પગલું કેમ ભર્યું એ અંગેનું સત્ય હજુ બહાર આવ્યું નથી. પારડી પોલીસ દ્વારા આપઘાત કારણ સુધી પોહ્ચવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











