ઉચ્છલ: બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ઉચ્છલ તાલુકામાં જયારે ચોમાસા દરમિયાન વરસાદ આવાથી અહીંના નીચાણ વાળા સ્થાનો પર પાણી ભરાઈ જાય છે. ત્યારે ઉચ્છલ SBI અને BOB સામે ચોમાસા દરમિયાન બનતા તળાવનું નિરાકરણ આ ચોમાસામાં આવશે ખરું ? એમ લોકપ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉચ્છલમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને બેન્ક ઓફ બૉરોડા (BOB) બેંકો આવેલી છે અહીં બેંકો હોવાથી તાલુકાના તમામ ખાતે ધારકો અહીં આવે છે ત્યારે થોડા દિવસોમાં હવે ચોમાસું આવી રહ્યું છે અને દર વખતની જેમ વરસાદ આવાથી અહીંના વિસ્તારમાં પાણી ભરાઈ જાય અને તળાવ જેવા દ્રશ્યો સર્જાતા બેંકમાં આવતાં લોકો માટે માથાના દુખાવા સમાન સમસ્યા ઉભી થાય છે.

આમ શું આ વખતે પણ ચોમાસા દરમિયાન લોકોને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે ? કે પછી તંત્ર આ બાબતની નોંધ લઈ કોઈ નિરાકરણ માટે પ્રયાસ કરશે ? આ સ્થિતિ ઉભી થવા પાછળ જવાબદાર કોણ ? વગેરે લોકચર્ચાઓ થઈ રહી છે હવે જોવું એ રહ્યું કે વરસાદ દરમિયાન જે SBI અને BOB બેંકો પાસે જે ચોમાસમાં તળાવોના દ્રશ્યો ઉભા થાય છે એના માટે પ્રશાસન શું પગલાં લેશે.