વાંસદા: ગુજરાતના હવામાન વિભાગ જણાવે છે કે પવનની દિશા પ્રમાણે વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ ચોક્કસ આવશે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, 2 દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ, ડાંગ જેવા બહુલક આદિવાસી વસ્તી ધરાવતાં જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું હજુ સુધી દરિયામાં સક્રિય છે. અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેને લઈને  દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયાને ખેડવા માટે માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગ ઉપરાંત ખાનગી સ્કાયમેટ નામની હવામાન એન્જ્સીનું કહેવું છે કે વાવાઝોડું ગુજરાત કે કરાચી તરફ જઈ શકે તેવી શક્યતા છે. પરંતુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ઝડપથી પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાત સુધી કદાચ પહોંચે તે પહેલાં નબળું પડી પણ પડી જાય એવું અનુમાન છે.