વાંસદા: કેન્દ્ર સરકારની રાજ્ય સરકારે તાજેતરમાં જ એક નોટિફિકેશન જારી કરી છે કે હવે માતાની જાતિના આધારે પણ સંતાનને SC-STનું પ્રમાણ પત્ર આપવામાં આવશે. જેમાં SC-ST સમાજમાંથી આવતી મહિલા અલગ રહેતી હોય, છૂટાછેડા લીધા હોય કે સિંગલ મધર હોય તો તેમના સંતાનોને માતાની જાતિના આધારે જાતિ પ્રમાણપત્ર આપવા માટે તમામ કલેક્ટર અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગને આદેશ કરાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી માત્ર પિતાની જાતિના આધાર ઉપર સંતાનોને જાતિનું પ્રમાણ પત્ર આપવામાં આવતું હતું પણ હવે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરિપત્ર મોકલ્યો છે, આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ બાળક તેની માતાની જાતિના વાતાવરણમાં ઉછ્યું હોય અને તે સમુદાયના અન્ય સભ્યોની જેમ વંચિતતા, અપમાન સહન કરવું પડ્યું હોય તો આવી અલગ રહેતી, ડિવોસી સિંગલ મધરના સંતાનને SC-ST જેવા લાભ મળવાપાત્ર છે.
લોકનેતા અનંત પટેલ જણાવે છે કે આ આદેશથી આદિવાસી સમાજની અનામત નોકરીની જગ્યાઓમાં ખુબ જ મુશ્કેલીઓ ઉભી થવાની છે કેમ કે હવે વાણીયા, બ્રાહ્મણ, ક્ષત્રિયના યુવાનો આદિવાસી સમાજની દીકરીઓ જોડે સંબધો જોડે છે કે પછી ગરીબ આદિવાસી દીકરીઓને રૂપિયાથી ખરીદીને લગ્ન કરતાં હોય છે ત્યારે જો માતાની જાતિના આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે તો ઉચ્ચ જાતીઓ આદિવાસી માતા ધરાવતાં યુવાનો પ્રમાણપત્રના આધારે SC-ST બેઠક પર પર ફોર્મ ભરશે. મૂળ આદિવાસી યુવાનના હક્કો અને અધિકારો પર તરાપ મારશે. આ સરકાર આદિવાસી સમાજના લોકોને પતનના રસ્તે લઇ જઈ રહી છે એ નક્કી છે આવનાર આદિવાસી સમાજની પેઢી પાછી ગુલામ ના બને એનો મને ડર છે. હવે લોકો ક્યારે સમજશે એ જોવું રહ્યું.

            
		








