વિચારમંચ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાથી તે હાલ જેલમાં બંધ છે. ત્યારે તેમની પત્ની સીમાનું એક નિવેદન સામે આવ્યું છે કે પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો..
ઉલ્લેખનીય છે કે 103 દિવસ પછી તેઓ પોતાની બીમાર પત્ની સીમાને મળ્યા હતા. પતિને મળ્યા પછી સીમા સિસોદિયાએ એક પત્ર ઈસ્યુ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમને મનીષ પર ગૌરવ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષની વિરુદ્ધ ષડયંત્ર રચનાર ખુશ થઈ રહ્યાં હશે કે અરવિંદના સિપાહીને જેલમાં નાંખવામાં સફળતા મળી ગઈ.
સીમા સિસોદિયાએ પત્રમાં કહ્યું કે સાત કલાક માટે. તે પણ આ રીતે પોલીસ બેડરૂમના દરવાજા પર બેઠી છે અને તમને સતત જોઈ રહી છે અને તમારી દરેક વાત સાંભળી રહી છે. આ કારણે જ કદાચ એમ કહેવામાં આવે છે કે રાજકારણ ગંદુ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો પાર્ટી બનાવી રહ્યાં હતા, ત્યારે ઘણા લોકો પાસેથી એ વાત સાંભળવા મળી હતી કે પત્રકારત્વ અને આંદોલન સુધી બરાબર છે પરંતુ રાજકારણના ચક્કરમાં ન પડો.