જો તમને એવી ખબર હોય કે કોઈ બાળક કે સગીરા પર યૌન હુમલો થયો છે કે તેનું યૌન શોષણ થયું છે અને જો તમે તેની ફરિયાદ ન કરો તો તમે પણ દોષી સાબિત થઈ શકો છો અને તેને માટે સજા પણ થઈ શકે છે તેવો કર્ણાટક હાઈકોર્ટનો એક ચુકાદો છે.
યૌન શૌષણની જાણ ન કરનારને પણ થશે 6 મહિનાની સજા
પોક્સો એક્ટની કલમ 19 માં દરેક વ્યક્તિને વિશેષ જુવેનાઈલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસને યૌન શોષણની જાણ કરવી પડતી હોય છે અને જો ખબર હોવા છતાં પણ જાણ ન કરી તો પોક્સો એક્ટની કલમ 21 હેઠળ છ મહિનાની કેદની સજાને પાત્ર છે.
કેમ આવું કહ્યું કોર્ટે
યૌન શૌષણની ખબર હોય અને અને તેની જાણ ન કરનારને દોષી અને સજાની વાત કોર્ટે એટલા માટે કરી કે આવું ન કરવાથી બાળકો પરના યૌન શૌષણના ગુનેગારો છટકી જતા હોય છે અને તેમને તેમના કરેલા પાપની સજા મળતી નથી.