સુરત: ગતરોજ સુરતમાં આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લટકતી લાશ પાસે ઊભી રહી રડતી બાળકીના દ્રશ્યો સામે આવતાં કઠણ કાળજાના માનવી પણ પોતાની આંખોમાંથી આંસુ રોકી ન શકે એવો બનાવ બનવા પામ્યો છે .
સુરતના પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આવેલા આંબાના ઝાડ પર એક વ્યક્તિની ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હતી. અને ત્યાં એક બાળકી ઊભી રહીને સતત રડટી હતી. આ દ્રશ્ય મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ જોયું અને પોલીસને જાણ કરી હતી. માતા- પિતા વિહોણી દીકરીની હાલ તો પોલીસ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી રહી છે.
પોલીસએ મીડિયાને જણાવ્યું છે કે મૃતક ધર્મેન્દ્ર ભાવનગરનો વતની હતો. શનિવારે વતનથી પરત ફર્યા બાદ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયો હતો. ત્યારબાદ રાત્રી દરમિયાન નેન્સી ઊંઘી જતાં તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું. નેન્સીની માતા કોરોનામાં પહેલાં જ અવસાન પામી ચુકી છે.

