ગુજરાત: સમગ્ર ગુજરાતમાં માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ગતરોજ શિક્ષક અભિરૂચિ કસોટી- માધ્યમિક (TAT-S) લેવાઈ હતી જેમાં 1.65 લાખ ઉમેદવારો પૈકી 1.45 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ શિક્ષક બનવા માટે બે તબક્કામાં લેવાનારી કસોટી પૈકી પ્રિલીમ કસોટી ગતરોજ યોજવામાં આવી હતી. હવે 18 જૂનના રોજ મેઈન્સની પરીક્ષા લેવામાં આવનાર છે એમ કહેવામાં આવી રહ્યું છે. ગતરોજ વહેલી સવારે પડેલો વરસાદના લીધે ટાટની પરીક્ષામાં કેટલીક જગ્યાએ મોડા પહોચેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળ્યાની ફરિયાદો સામે આવી છે.

અમદાવાદમાં તો એક પરીક્ષા કેન્દ્રમાં મોડા પહોચેલા ઉમેદવારોને પ્રવેશ ન મળતા મામલો બિચકતા પોલીસને બોલાવવી પડી હતી.