ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા GIDC માં નવા ઉદ્યોગો આવી રહયાં છે. ત્યારે માટીકામ બાંધકામ, લેબરવર્ક સહિતના કોન્ટ્રાકટ માટે ગેંગવોરના મંડાણ થઇ ચૂકયા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર અને યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા પર કોન્ટ્રાકટરના સાગરિતોએ ઝઘડિયા GIDCમાં જીવલેણ હુમલો કર્યો હતો.

Decision News ને મળેલી વિગતો મુજબ 8 થી 10 કારમાં ધસી આવેલાં હુમલાખોરોએ 8 થી 10 રાઉન્ડ ગોળીબાર કરવાની સાથે 10થી વધારે કારમાં તોડફોડ કરી હતી. ફિલ્મી સ્ટાઇલમાં થયેલાં હૂમલામાં અરૂણ વસાવા નામના યુવાનને માથામાં ધારિયું વાગ્યું અને તેને સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની ગંભીરતા પારખી SP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ આવી ગયા હતા.

એવું જાણવા મળ્યું કે રજની વસાવા શનિવારે બપોરના સમયે આરતી કંપનીના નવા પ્લાન્ટમાં બાંધકામ માટેનું કવોટેશન આપવા આવ્યાં હતાં. તે સમયે કરણ રામુ વસાવા, સતનામ, સત્તાર, મુકેશ, ધમો, લાલુ વસાવા સહિતના 8 થી 10 ઇસમો તેમની કારમાં ધસી આવ્યાં હતાં. અને રજની વસાવા અને તેમના સાથીઓ પર ગોળીબાર શરૂ કરી દેતાં નાસભાગ થઇ ગઈ હતી.