ડેડીયાપાડા: પોતાના દ્વારા જ આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજમાં ફેલાયેલા વ્યસનો અને નર્મદા જિલ્લામાં હાલમાં આવેલા 10-12 ધોરણનું પરિણામ નીચા પરિણામ વિષે જાહેરમાં ચર્ચા કરી હતી.

ચૈતર વસાવાએ જણાવ્યું કે આદિવાસી સમાજના યુવાનો ખોટા રસ્તે ચઢી ગયા છે. સમાજના યુવાનો દારૂ સિગારેટના રવાડે ચડ્યા છે. તેમને સમજાવવા પડશે, આદિવાસી સમાજના યુવાનો પોતાના માતાપિતાને બ્લેકમેઇલ કરીને યુવાનો પોતાની માંગો સ્વીકારાવે છે. સમાજના યુવાનોને સમાજની સંસ્કૃતિ બાજુ વાળવા માટે સમાજના લોકોએ જ જવાબદારી લેવી પડશે. યુવાનો મોબાઈલનો દુરુપયોગ કરે છે. મોબાઈલમાં જે સારું આવે છે તે નથી જોતા અને નકામા વિડીયો તરફ આકર્ષાયા છે જે બાબતે ચિંતા કરવાની જરૂર છે.

આ મુદ્દાને લઈને કેટલાંક આદિવાસી આગેવાનોમાં કોઈએ સમર્થન આપ્યું, તો કોઈએ વિરોધ ઉઠાવી ધારાસભ્ય ચૈતર વસાવાની હસી પણ ઉડાવી હતી. પણ વાસ્તવિકતા એ જ છે કે આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવું પડશે અને આવનારી આદિવાસી પેઢી જે દારૂના, સિગારેટના વ્યસનના રવાડે ચઢી ગયા છે અને ચઢી રહ્યા છે તેમને પાછા વાળવા પડશે.