વાંસદા: યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના પશ્વિમિ ઘાટ ડુંગરોની સપાટી ઉપર આવેલ ખડકો ઉપર આરોહણ અને અવરોહણને બેઝિક તાલીમ લઈ દક્ષિણ ગુજરાતના યુવાધાનો ” સ્વામી વિવેકાનંદ માઉન્ટેનરી સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન” ખાતે એક માસને સખત કોચિંગની તાલીમ લઈ પોતાના જીવનના લાઈફલાઇન સ્કીલ વધારે સફળતા સુધી લઈ જવા માટે સફળ થયેલ છે.

‘પહાડો કે દહાડો કે દીવાને, હાથ લિયે તિરંગા હારા, ફહરા ને ચલે નીલ ગગન’ સુત્રને સાકાર કરેલ છે. જેમાં નારી શક્તિ પણ મોખરે છે, પટેલ પિનલ કુમારી અનિલભાઈ પટેલ- કુરેલયા ( વાંસદા કોલેજ), બિંદિયા કુમારી મુકેશભાઈ પટેલ ( વી. એસ.પટેલ બીલીમોરા કોલેજ) જીગ્નેશકુમાર અશોકભાઈ પટેલ-રાણી ફળિયા (વી. એસ.પટેલ કોલેજ બીલીમોરા) અને જેમણે વેકેશન નો સદ ઉપયોગ કર્યો છે.

માઉન્ટ પર આ કોચિંગ કેમ્પ નંબર 92 ના તમામ પર્વતર હોય એના સફળતા બદલ અભિનંદન વિશેષમાં “યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના સફળ પર્વતારોહક ડૉ. વિજય પટેલ -SOS નવસારી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ અધિકારીશ્રી હીરેન પટોડીયા સાહેબ, શ્રી ત્રિલોક નાથજી અને તેમની સફળ ટીમ મેમ્બરો કાજલ માહલા-90 (હિમાલય ટે્રકર ) બ્રિજેશ માછી-90 બાઝિરાવ પાટીલ-90 વિકેશ ગામીત-90, કાર્તિક પટેલ-91 તમામ મિત્રોને હિમાલય સુધી પહોંચવા માટે અભિનંદન આપે છે.