આહવા: વર્લ્ડ વિઝન ઈન્ડિયા દ્વારા વઘઇ તાલુકાના પાંચ ગામોમા L.S.T.D (પરિવર્તન માટેની જીવન શાળા) ના કાર્યક્રમ અંતર્ગત ‘સુરક્ષિત બાળક સુરક્ષિત સમાજ’ થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમો તા. 22 મે થી 26 મે 2023 સુધી યોજાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, બાળકોના શિક્ષણમા વાલીઓ જાગૃત બને અને બાળકોને યોગ્ય શિક્ષણ માટે સ્કૂલમા મોકલે તે જરૂરૂ છે. સાથે જ તેમણે પર્યાવરણની જાળવણી માટે પણ લોકોને આહવાન કર્યુ હતુ.

‘સુરક્ષિત બાળક સુરક્ષિત સમાજ’ની થીમ આધારિત વર્લ્ડ વિઝન ઇન્ડિયાના આ કાર્યક્રમમા ચિકાર ગામના દિવ્યાંગને વ્હિલચેર આપવામા આવી હતી. કાર્યક્રમમા વર્લ્ડ વિઝન ઈન્ડિયાના મેનેજર શ્રી પ્રસ્સના.આર, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, તેમજ વર્લ્ડ વિઝન ઇન્ડિયાના સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમે સફળ બનાવ્યો હતો.