આહવા: ડાંગ જિલ્લાના માલેગામ ગામની ખુશી નીતિન પવાર ઉંમર 11 વર્ષ જે હાલ પ્રાથમિક શાળા-માલેગામમા અભ્યાસ કરે છે. તેમજ અંજનકુંડ ગામની દીકરી લક્ષ્મી યશવંત પવાર ઉંમર 10 વર્ષ જે હાલ આશ્રમ શાળા-લિંગામા અભ્યાસ કરે છે. જેમને સરકારશ્રીના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ અંતર્ગત આરોગ્ય તપાસણી દરમિયાન શોધાયેલ હતા.

આ બાળાઓના ફાડ્યુક્ત તાળવાના લીધે જમવામા અને બોલવામા મુશ્કેલી થતી હતી. તેમજ આ કારણે વારંવાર શ્વસન તંત્રના ચેપ થવાની શક્યતા હતી, અને તે બાળકના આરોગ્ય પર સીધી અસર કરે છે. જેથી તેઓના વાલીઓને આ અંગે સમજૂતી પૂરી પાડી અને તેઓને દીકરીઓના સર્જરી માટે તૈયાર કરવામા આવ્યા હતા.

જેમા તાલુકા હેલ્થ ઓફિસર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સહયોગથી RBSK ટીમ DGAHT602 ડૉ.ધનરાજ પી. દેવરે, ડૉ હેમાંતિકા વસાવા, હીનાબેન સ્ત્રી આરોગ્ય કાર્યકરએ હરિયા ટ્રસ્ટ હોસ્પિટલમા ચાલતા સ્માઇલ પ્રોજેક્ટમા સર્જરી કરાવી, આ સફળતા હાંસલ કરવામા આવી છે. બાળક હાલ RBSK ટીમ DGAHT602 ના ફોલો અપ હેઠળ છે.