ચીખલી: ગતરોજ ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચીખલીના વિનલ પટેલની ઘાતકી હત્યાકાંડને લઈને નિષ્પક્ષ તપાસ કરી હત્યા પાછળ અન્ય બે આરોપીઓની પણ અટક કરવા માટે ગૃહમંત્રીને પત્ર લખીને માંગ કરી હોવાનું સામે આવ્યું છે.
ગૃહમંત્રીને પત્રમાં લખ્યું કે 1 લી મે ના રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે ચીખલી કોલેજ સર્કલ પાસે ત્રણ ઇસમો દ્વારા ચીખલીના યુવાન વિનલ છીબુભાઇ પટેલની ઘાતકી હત્યા કરાઈ છે. પછી ચીખલી પોલીસ અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરતા આરોપીઓમાં વશિષ્ટ હસમુખ પટેલ, રાહુલ પાચા રબારી અને જીજ્ઞેશ જીવણ પરમાર નામના ત્રણ યુવાનોની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી હતી.
પણ ત્રણ આરોપી ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ શંકાસ્પદ ભૂમિકા રહી છે. ભૂતકાળમાં તેમના ઉપર વ્યાજખોરી અને મારામારીના આરોપો પણ લાગેલા છે. માટે બધા જ આરોપીના બેંક એકાઉન્ટ, કોલ ડિટેલ ચેક કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

