ડેડિયાપાડા: બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલ ડેડીયાપાડાના અંતરિયાળ ગામની આદિવાસી સમાજની દીકરીએ jee ની પરીક્ષા પાસ કરી દેશની સર્વોચ્ય કોલેજ NIT અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો છે. જય અંબે (પ્રણવ વિધાલય) રાજપીપળામાં અભ્યાસ કરતી વિધાર્થિની વસાવા સ્નેહાબેન લાલસીંગભાઇએ JEE ની પરીક્ષા પાસ કરીને દેશની સર્વોચ્ય ઇજનેરી કોલેજ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલૉજી (NIT) અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો છે.

સ્નેહા વસાવાનો જીવન સંઘર્ષ જોઈએ તો રાજપીપળાના વાઘેથા ગામમાં તેનો જન્મ થયો અને તેણીએ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પિતાના મૃત્યુ બાદ તે તેની માતાના પિતા સાથે તે ડેડીયાપાડાના અંતરિયાળ ગામમાં રહવા ચાલી આવી. પરંતુ કોરોના કાળ દરમિયાન તેમનું પણ મૃત્યુ થઈ જતાં અને દીકરીની ભણતર પ્રત્યેની અને મહેનત અને કઈક કરી બતાવવાની લગન જોઈ આગળ ભણાવવા માતા તેને ભાડે ઘર રાખી રાજપીપળામાં રહેવા લઇ આવી અને અહીની જય અંબે શાળામાં સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું જય અંબે એ શાળા છે જેના વિધાર્થીના માતા કે પિતા ગુજરી ગયા હોય કે જેની આર્થિક સ્થિતિ સારી ન હોય એવા વિધાર્થીઓને અડધી ફી માફ કરવામાં આવે છે એમ સ્નેહાને શાળાના સંચાલકો અડધી ફી માફ કરી ભણાવી હતી

સ્નેહા જણાવે છે કે શાળાના સમયમાં અને ઘરે પણ તે વાંચન કરતી હતી અને જ્યારે ભણવામાં કોઈક મુશ્કેલી પડે તો શાળાના શિક્ષકો પણ ખૂબ સારો સપોર્ટ કરતા અને એના કારણે જ મને સફળતા મળી છે. પરંતુ મને દુઃખ એક જ વાતનું છે કે, પેપરમાં ક્લાસવન અધિકારીનું ફોટો જોઈ મને પણ એવી અધિકારી બનવા કહેનારા મારા પિતા આજે મારી સાથે નથી અને મે એમની ઈચ્છા જરૂરથી પૂરી કરીશ.