કપરાડા: કપરાડાનો કુંભઘાટ કાળનું પ્રતિક બનતો હોય તેમ અકસ્માત સંખ્યા ત્યાં વધતી જાય છે ત્યારે ગતરોજ ઘાટ ઉતરતી વેળાએ એક કન્ટેનરની બ્રેક ફેલ થતા તેમની સાથે અન્ય ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર મહિલા અને બાળકોને ઇજા થતા તેમને નાનાપોંઢાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના કુંભઘાટ ઉતરતી વેળાએ ગતરોજ સાંજના 5:45 વાગ્યના આસપાસ TX12-UC- 6254 નંબરનો એક કન્ટેનર કુંભઘાટ ઉતારી રહ્યો હતો હતો ત્યારે બ્રેક ફેઇલ થઈ ગઈ અને અકસ્માત સર્જાયો છે . આ અકસ્માતમાં બે કાર, એક પિક અપ, બે કન્ટેનર મળી કુલ ચાર વાહનો અથડાયા જેને લઈને ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને ઇજાગ્રસ્તને 108 ની મદદથી હોસ્પિટલ રવાના કર્યા હતા. અકસ્માતમાં કાંદા ભરેલી પિકઅપ પલટી મારી જતા તેમાં ઘાયલ થયેલા સવારોને કપરાડા CHC માં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે કારમાં સવાર મહિલાઓ અને બાળકોને નાનાપોંઢાની ચિરંજીવી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ટ્રકના ડ્રાઈવરના પગમાં ફ્રેકચર થયું હોવાનું માહિતી પ્રાપ્ત બની છે.