Current affairs: ભારતમાં નવી સંસદના ઉદ્ઘાટન પર દ્રોપદી મુર્મને આમંત્રણ ન આપવાનો મુદ્દો ખાસ્સો વિવાદાસ્પદ બની રહ્યો છે દેશની નાની મોટી લગભગ 19 પાર્ટીઓ તરફથી એક સંયુક્ત નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું છે કે  આ બધી જ પાર્ટીઓએ મળીને નિર્ણય લીધો છે કે તેઓ સંસદ ના ઉદ્ઘતનનો બહિષ્કાર કરશે આ નિવેદનમાં સંવિધાનની ધારા 79 ને ટાંકીને બતાવ્યું છે કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાને મળીને સંસદ બને છે.

આ નિવેદન કહે છે કે બંધારણની વ્યવસ્થા પ્રમાણે સંસદ રાષ્ટ્રપતિ વગર કામ કરી સકતી નથી 19 પાર્ટીઓનું કહેવું છે કે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ વગર જ પોતે જ સંસદનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જે તેમની નજરમાં બંધારણના નિયમો અનુસાર સંસદીય પરંપરાનું ઉલ્લંઘન છે. આ નિવેદનમાં એક લીટી એ પણ છે કે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનનું પણ અપમાન છે.

આજે મોટાભાગના આદિવાસી વિસ્તારોના આદિવાસી લોકો સંસદનું ઉદ્ઘાટન દ્રોપદી મુર્મના હસ્તે ન કરાવતાં સમાજનું અપમાન થયાનું કહી રહ્યા છે સોશ્યલ મીડિયા પર પણ આ મુદ્દાને લઈને ન્યુ જનરેશનમાં ખાસ્સો આક્રોશ જોવા મળે છે. આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી હિન્દુત્વની વિચારધારાના પ્રચાર પ્રસાર માટે RSS કામ કરી રહ્યું છે. પણ સંસદનું ઉદ્ઘાટન દ્રોપદી મુર્મના હસ્તે ન કરાવતાં એના 2024 ની લોકસભાની ચુંટણીના પરિણામો કેવા રહશે એ તો ખબર નહિ પણ લોકચર્ચા છે કે ભાજપ અને RSS પર એ આરોપ હંમેશા રેહશે કે એમણે એક આદિવાસીને સંસદનું ઉદ્ઘાટન ન કરવા દીધું.