વાંસદા: ‘જમીન જોરુ અને રૂપિયા ખેલ કરાવે રે.. ભાઈ’ આ કહેવત ગતરોજ વાંસદામાં સાર્થક થઇ લાગે એવી ઘટના બની.. વાંસદાના રૂપવેલ ગામમાં આવેલ દેસાઈ ફળિયામાં જમીનના મુદ્દામાં બે યુવકો વચ્ચે ઝઘડો એટલા ઉગ્ર બન્યો કે એક યુવકે બીજા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દેતાં સારવાર દરમિયાન તેનું મોત થયાનું બહાર આવ્યું છે.
મૃતક પત્ની સંગીતાબેનના પોલીસને જણાવ્યા અનુસાર તે સવારના સમયે ઘરની નજીકમાં જ ખેતર હોવાથી એકલી જ ત્યાં ડાંગરની કાપણી માટે નીકળી ગઈ હતી તેમની બે પુત્રીઓ અને પતિ ઘર પર જ હતા ત્યારે સવારના 9 વાગ્યાની આસપાસ તેમની મોટી દીકરી બુમ મારતી મારતી ખેતર બાજુ આવી કે વિજયભાઈ પપ્પા વચ્ચે ઝઘડો થયો છે અને વિજયભીના હાથમાં ચપ્પુ પણ છે આ સાંભળીને હું ખેતરથી ઘર તરફ તાત્કાલિક ધોરણે ગઈ ત્યાં તો વિજયભાઈ હાથમાં ચપ્પુ લઈને ઘરની સામે આવેલા રોડ પર ઉભો હતો. અને પતિ મહેશભાઈ ઘરની બાજુમાં આવેલા કલ્પેશભાઇના ઘરના વાડામાં બેભાન હાલતમાં નજરે ચઢ્યા હતા.
આ સ્થિતિ જોતા સંગીતાબેને પતિને સારવાર મળે એ માટે 108ની મદદ લઈને કંડોલપાડા PHCમાં સારવાર માટે ખસેડ્યા હતા પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી દીધા હતા. હાલમાં પોલીસે મૃતક મહેશભાઈની પત્નીના ફરિયાદના આધારે ઈ.પી.કો.કલમ 302 તથા 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

