વલસાડ: અબ્રામામાં આવેલા તડકેશ્વર મંદિર પાસે પાર્ટી પ્લોટના મંડપના સામાનના ગોડાઉનમાં કોઈક કારણોસર આગ લાગી જેના પર મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોનું ધ્યાન જતા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતા.

Decision News ને મળેલી વગતો મુજબ પાર્ટી પ્લોર્ટમાં મંડપના સામાનના ગોડાઉનમાં ધૂમળો નીકળતા જોઈને મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ ગોડાઉન સંચાલકોને ઘટનાની જાણ કરી. આમ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો અને ફાયર એક્સિસ સિલિન્ડરથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો કરાયો હતો. પછી આગની જવાળાઓ વધતાં વલસાડ ફાયરને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ફાયરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર ઘણી જદ્દોજહદ પછી હાલમાં જાણકારી મળ્યા મુજબ કાબુ મેળવાયો છે.

આગની ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હોવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં પ્રાથમિક તારણ એ લગાવાય રહ્યું કે આ આગની ઘટના શોર્ટ સર્કિટને કારણે થઈ હોય શકે છે.