બેંગલુરુ: TCS વર્લ્ડ 10K બેંગલુરુ 2023માં ફિનિશ લાઇન પર ભારતીય એલિટ મેન્સ વિજેતા બની દક્ષિણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિત ફરી એક વખત આદિવાસી સમાજનું અને દેશને ગૌરવવંત કર્યું છે. ચારો તરફથી તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

મુરલી ગાવિતે આ દોડ 29:58.03ના સમય જ પૂર્ણ કરીને જીતી હતી જ્યારે હરમનજોત સિંહે 29:59.10ના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ઉત્તમ ચંદ 29:59.24ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો. અંતિમ બે કિલોમીટરમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો કારણ કે હરમનજોત સિંહ અને મુરલી ગાવિત જેવા ખેલાડીઓ ગિયરમાંથી પસાર થયા હતા અને હરીફાઈને વાયર પર લઈ ગયા હતા. મુરલી ગાવિતે હોમ સ્ટ્રેચમાં પાવર કર્યો અને હરમનજોત સિંહ અને ઉત્તમ ચંદથી આગળ રહ્યો.

મુરલી ગાવિતે કહ્યું. “મેં છેલ્લે 2015માં વર્લ્ડ 10Kમાં ભાગ લીધો હતો. મારા માટે હવામાનથી બહુ ફરક પડતો ન હતો, હું સારી તાલીમ લઈ રહ્યો છું. જોકે આ મારું અંગત સર્વશ્રેષ્ઠ નહોતું, પણ હું મોટી જીતથી ખુશ છું.આવનારા સમયમાં હું મોટી જીત મેળવી સમાજ અને દેશને સન્માન આપવા માંગુ છું