કપરાડા: કાળઝાળ ગરમીથી બચવા માટે કોલક નદીમાં નાહવા પડેલ 7 યુવાનોમાંથી પારડી તાલુકાના અંબાચ ગામના એક યુવાનનું ડૂબી જવાના કારણે મોત થયાની આકસ્મિક ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ પ્રસરી ગયું છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના અંભેટી ખાતે કોલક નદીમાં ઉંડા પાણીમાં નાહવા પડેલ 7 યુવાનોમાંથી પારડી તાલુકાના ગામનો એક યુવક ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે આ યુવાન ત્રણ બહેન નો એક નો એક ભાઈ હતો. પરિવારે જુવાનજોધ દીકરો અને બહેનોએ ભાઈ ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યું છે.

            
		








