વાંસદા: અકસ્માતોના હોટસ્પોટ ગણાતા ખડકાળા સર્કલના ડિવાઇડરનું રિપેરકામ કરવામાં આવ્યું પણ એક દિવસ પણ વિત્યો નહી ને ફરી કોઈ વાહનચાલક ભટાકાતા ડિવાઇડર પાછું ‘જઇશે થે’ ને હાલતમાં આવી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના વાપી શામળાજી હાઇવે પર આવેલ ખડકાળા સર્કલ આપે વારંવાર બનતી અકસ્માતની ઘટના અટકાવવા ડિવાઈડરનું હાઇવે ઓથોરિટી દ્વારા ગતરોજ મજૂરો દ્વારા ઈંટ-રેતીનું ચણતર કરીને એક ભાગને રિપેર કરાયો હતો પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રપેર કરવાની ઉતાવળમાં તકલાદી કામગીરી કરાઇ હતી. બાંધકામ પર રેડિયમ પટ્ટી કે રિફલેક્ટર જેવું નહીં લગાડાતા રાત્રિ દરમિયાન ડિવાઈડર સાથે ફરી વાહન ચાલકો ભટકાયા અને ડિવાઈડર તૂટી ગયું લાગ્યા છે. હવે ડિવાઈડર ભંગાર હાલતમાં દેખાય રહ્યું છે. ફેરવાયું હતું.
આયોજન વગર આડેધડ ડિવાઈડર બનાવી કામગીરીમાં વેઠ ઉતારવાનાના લીધે ડિવાઇડર આ હાલત થવાની જ હતી એમ શંકા નથી. વહીવટીતંત્રને ખરેખર વાહનચાલકોના હિતની ચિંતા હોય તો ડિવાઇડર બનાવવાની કામગીરી સારી અને આયોજનબધ્ધ કરવી જોઈએ. શું આ શક્ય બનશે ?

            
		








