ઉમરગામ: લોકોના રૂપિયાથી પોતાનું અને પરિવારનું પેટીયું રળતો ઉમરગામ તાલુકાનો મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટ અમિત જનકભાઇ ઝડફીયા રૂ. 5,00000 ની લાંચ લેતા સુરત ACB ના ટ્રેપીંગ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.સોલંકીના હાથે રંગે હાથ પકડાયાની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઉમરગામ તાલુકાની જમીનમાં વારસાઇ કરાવવા માટે અરજી કરેલ. સદર જમીનમાં થર્ડ પાર્ટીનો દાવો ચાલી આવતો હતો જેથી સદર જમીનમાં વારસાઇ કરાવવા તકરારી મેટર બનેલ હોય જે તકરારી મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરીયાદીશ્રીનાં તરફેણમાં હુકમ કરવા આ કામનાં આક્ષેપિતે રૂ.5,00000 ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACB નો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલાની ફરિયાદ આપી હતી.
ફરીયાદ આધારે આજરોજ ACB એ લાંચના છટકાનું આયોજન કરેલ આ કામનાં આરોપીએ ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.5,00000 ની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયેલ છે. હાલમાં આરોપીને ACB ને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

