ચીખલી: ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત નવસારી જીલ્લા આદિવાસી મોરચા અંતર્ગત સંયોજક તરીકે મણિલાલ ગાંવિત અને સહ સંયોજક મોહનભાઇ ચૌધરીનો અભિવાદન સંભારંભ ચીખલી વાંસદા તાલુકાના ભાજપના કાર્યકરો સાથે મળી નવસારી જિલ્લા યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલના નિવાસ્થાન ઘોડવણી ખાતે રાખવામાં આવ્યો હતો
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ભાઈ ગાંવિત નવસારી જિલ્લા પંચાયતના સભ્યો અંબાબેન માહલા વાંસદા તાલુકા શાસક પક્ષના નેતા બીપીન માહલા, ખાટાઆબા સીટના જિલ્લા પંચાયત સભ્યશ્રી ચંદુભાઈ જાદવ વાંસદા તાલુકા સભ્યશ્રી તરૂણભાઇ ગાંવિત માધુભાઈ પટેલ ચીખલી તાલુકાના ઢોલુમ્બર સીટના તાલુકા પંચાયત સભ્ય પ્રવિણાબેન માંડવખડક ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ચૌધરી અંબાચ ગામના સરપંચ સંજયભાઈ પટેલ સારવણી ગામના સરપંચ શ્રી હિતેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અભિવાદન કાર્યક્રમમાં ચીખલી વાંસદા તાલુકાના સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











