ધરમપુર: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ગતરોજ મેના રોજ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે “Museums, Sustainability and Well-being” (મ્યુઝિયમ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ-બીઈંગ”) થીમ ઉપર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે 18 મે નો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે “My own collection exhibition” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયક્લોસ્ટાઇલ મશીન, ઓવરહેડ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર, ઇલેક્ટ્રોનિક કેલ્કયુલેટર, ટેપ રેકોર્ડર, માઇક્રો કમ્પ્યુટર કીબોર્ડ, ટાઈપરાઈટર, ટેપ રેકોર્ડર, ઓટોમૈટિક સ્લાઇડ પ્રોજેક્ટર, રૂમ હીટર, ટેલિફોન, વીસીઆર, વિવિધ માઈક્રોસ્કોપ, પેટ્રોમેક્સ, સ્ટોવ, 16 એમએમ ફિલ્મ પ્રોજેક્ટર, વિવિધ પ્રકારના બલ્બ્સનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું.
આ ઈન્ટરનેશન મ્યુઝિયમ ડેના દિવસે વિજ્ઞાન કેન્દ્રને શોભાવતું નક્ષત્રાલય પાસે એસ્ટ્રોનોટ નું FRP મૉડલ સેલ્ફી પોઈન્ટ તરીકે મુકવામાં આવ્યું હતું. દિવસના અંતે સાંજ ના સમયે આકાશ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્ર અને મંગળ ગ્રહ સાથે નિહારિકાઓની ટેલિસ્કોપ દ્વારા નિહાળવામાં આવ્યા હતા તેમજ વિવિધ તારાજૂથો / રાશી/ નક્ષત્રોની ઓળખ કરવવામાં આવી હતી. જેમાં 50 થી વધુ મુલાકાતીઓ તેમજ બાળકોએ ભાગ લીધો હતો. વધુમાં, ઓડિટોરિયમ હોલમાં મ્યુઝિયમ સંબંધિત ડોક્યુમેન્ટરી ફિલ્મ શોનું પણ આયોજન કરાયું હતું. તદઉપરાંત, એજ્યુકેશન ટ્રેઇની શિવાની ગરાસિયા તેમજ કૃણાલ ચૌધરી દ્વારા પ્રેક્ષકો માટે મ્યુઝિયમ સંબંધિત ઓપન હાઉસ ક્વિઝનું પણ આયોજન થયું હતું તેમજ ઇનામ પણ આપવામાં આવ્યા હતાં. વેકેશન હોબી કેમ્પના બાળકો માટે ગાયત્રી બિષ્ટ, જુનિયર મેન્ટર ઇનોવેશન હબ દ્વારા આર્ટ, ઓરીગામી, ક્લે મોડેલિંગ વર્કશોપનું પણ આયોજન થયું હતું. જેમાં બાળકોએ તજજ્ઞો ના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતા અનુસાર વિવિધ વારલી, મંડલા આર્ટ, ઓરીગામી અને કલેના મોડલ્સ તૈયાર કર્યા હતા. ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.











