વાંસદા: ઉનાઈ પંથકમાં જય શ્રી સુપર માર્કેટમા મોડી રાત્રે ચોરી, કરવા માટે શરીરે કપડું ઢાંકીને દુકાનમાં પ્રવેશ કરીને જાણભેદુ તસ્કરે હાથ ફેરો કર્યાની ફરિયાદ પતરું ઉખેડીને દુકાનમાં ઘુસેલ તસ્કર 15 હજારની રોકડ રકમની ચોરી કરનાર જાણ ભેદુ તસ્કર કેમેરા કેદ થવા પામ્યો છે જોકે સીસીટીવીમાં માત્ર એક જ ચોર દેખાય છે.

જુઓ વિડીયો..

પ્રાપ્ત વિગતો મુજબ દુકાન માલિક વિનોદ ચૌધરી ગતરોજ દુકાનને તાળા મારી પોતાના રહેણાંક મકાને જતા રહ્યા બાદ મોડી રાત્રીના સમયે ઉનાઈ માતાજીના મંદિરથી થોડા જ અંતરે આવેલ જય શ્રી સુપર માર્કેટ સ્ટોરમાં મોડી રાત્રીના સમયે એક જાણભેદુ તસ્કરે દુકાનની છતનું પતરું ઉખેડીને આશાની થી દુકાનમાં પ્રવેશ કરીને દુકાનની મેઈન સ્વીક ઓફ કરીને હાથ ફેરો કરતા દુકાનના ગલ્લામાં રહેલ 15 હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

આ પહેલાં પણ ઉનાઈ વિસ્તારમાં હાલમાં જ મોટરસાયકલ ઉઠાંતરીની ઘટના બની હોવાનું પણ જાણવા મળ્યું છે તો વાહનોમાંથી બેટરી ચોરીના બનાવ તો અવારનવાર બનતા સામાન્ય ઘટના બની જવા પામી છે. હાલ તો ઉનાઈ પંથકમાં નાઈટ પેટ્રોલિંગના નામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું જણાઈ રહ્યું છે અગાઉ પણ મંદિરે આવતા ભાવિ ભક્તોના પર્સ ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વી માં કેદ થયા હતા, છતાં હાલ સુધી પોલીસના હાથ તસ્કરો સુધી પહોંચ્યા નથી ત્યારે બિન્દાસ્ત ચોરી જેવા ગુન્હા આચરતા ગુનેગારો બેફામ અને નિર્ભય બની માથું ઊંચકી રહ્યા છે. ત્યારે પ્રજામાં ભયનો માહોલ પણ વધવા પામ્યો છે. દુકાનના માલિકે ચોર જાણભેદુ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.