ધરમપુર: ‘લોકસેવા જ પરમેશ્વરની સેવા છે’ લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને રોટરી કલબ ઓફ સુરત-તાપીના સયુંકત ઉપક્રમે યોજાયેલ મેડીકલ કેમ્પમાંથી જનરલ રોગની તપાસ દરમિયાન 10 દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આ મેડીકલ કેમ્પમાં જેમાં ગૂમડું, આંગળીમાં તકલીફ, પેશાબમાં તકલીફ, હરણીયા જેવા રોગના દર્દીઓને નિ:શુલ્ક કાકાબા હોસ્પિટલ અક્લેશ્વર ખાતે ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાંથી 7 દર્દીઓના સફળ ઓપરેશન થઇ ગયા છે. 3 દર્દીઓની સારવાર ચાલુ છે.
ધરમપુરના આદિવાસી વિસ્તારના રોજ લાવી રોજ પોતાનું પેટીયું રળતાં લોકોના આરોગ્ય વિષયક કામગીરી લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને રોટરી કલબ ઓફ સુરત-તાપી માનવતાની મહેક મહેકાવતાં હોય એમ કરી રહી છે.