વાંસદા: વર્તમાનમાં વાંસદા તાલુકાના રસ્તાઓ અકસ્માતોના હોટ સ્પોટ બનતાં હોય તેમ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ગતરોજ વાંસદાના વણારસી ગામમાં રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ ની આગળ 4 રસ્તા પર રાત્રીના બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી.
Decision News ના રિપોર્ટર ને નિર્મળ ભોયા નામના યુવાનના જણાવ્યા મુજબ વાંસદાના વણારસી ગામમાં રસ્તા પર આવેલા પેટ્રોલ પંપની આગળ 4 રસ્તા પર રાત્રીના 2:20 થી 2:40 વાગ્યાની આસપાસ બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં GJ-21-S-5340 નબરની ડીલક્સ બાઈકને પાછળથી ટક્કર મારવામાં આવતાં બાઈક ચાલક રોડ પર પછડાયો હતો. તેને માથાના ભાગમાં ગંભીર ઈજા ઉપરાંત પગ પણ તૂટી ગયાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ વાંસદાના જ લિમઝર ગામનો છે અને તે વાંસદા માર્કેટમાં શાકભાજી લેવા જઈ રહ્યો હતો.
આ બાઈક અકસ્માત ડીલક્સ બાઈક અને પલ્સર બાઈક વચ્ચે થયો હોવાનું જણાય છે કેમ કે અકસ્માત સ્થળે પલ્સર બાઈકના ફાડચા પડ્યા છે અને બાઈક સવાર ત્યાંથી મોકો મળતા જ ભાગી ગયો હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. હાલમાં ઘાયલ થયેલા બાઈક ચાલક વાંસદા સિવિલમાં સારવાર હેઠળ છે.