વલસાડ: વલસાડ જિલ્લાના કરવડથી સંઘ પ્રદેશ દાનહ અને મહારાષ્ટ્રના તલાસરી સુધીના પેકેજને લઈને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેકટ હેઠળ 8,9 અને 10 હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મળેલી વિગતો મુજબ આ એક્સપ્રેસ વે વલસાડ જિલ્લામાથી પસાર થઈ દાદરા નાગર હવેલીમાંથી મુંબઈ સુધી જવાનો છે. જેમા આવતા રૂટ પર 33 નદી નાળા પર નાના પુલનું નિર્માણ કરવામાં આવશે. અને આજુબાજુના વિસ્તારમાં વસતા લોકોના આવન જાવનને લઈને 25 અન્ડરપાસ પણ બનાવવાનું આયોજન છે.
વર્તમાનમાં વલસાડ જિલ્લાના કરવડથી દાનહ અને મહારાષ્ટ્રના તલાસરીમાં કોન્ટ્રાકટર દ્વારા જમીનનુ લેવલિંગ, નદી નાળા પરના પુલ, બ્રિજ, ઝાડી કટિંગ, માટી પુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે.