ડાંગ: ગતરોજ ડાંગ જીલ્લામાં આવેલાં રૂપગઢ કિલ્લા પાસેથી એક તાંત્રિક ટોળકી જમીનમાંથી સોનું કાઢવાની વિધિ કરતા સમયે રંગેહાથ ઝડપાઈ છે. જાણવા મળ્યું છે કે તાપીના અલઘટ ગામનો એક પિતા પોતાની દીકરીને સાથે લાવી આ વિધિમાં સામેલ થયો હતો.

પોલીસ સુત્રોનું કહેવું છે કે ચાર-પાંચ વ્યક્તિઓ રાત્રિના સમય નાની બાળકીને લઈ ડૂંગર પર જતા હતા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમને જોયા હતા અને લોકોને શંકા જતા તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ માટે પોહચી હતી તો ત્યાં એક ખાડો ખોદેલો હતો આ મામલામાં ત્યાં હાજર વ્યક્તિઓની કડક પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તાંત્રિક વીધિ કરવા માટે ડૂંગર પર આવ્યા હતા અને તેમનું માનવું હતું કે બાળકી ભગવાનનું સ્વરૂપ છે અને તે જે દિશામાં જાય અને જ્યાં જઈ ઉભી રહે ત્યાં સોનું નીકળશે.

જો કદાચ સ્થાનિક લોકોએ આ તાંત્રિક ટોળકી દ્વારા બાળકી સાથે લઇ જવાની ઘટના પોલીસને ન જણાવી હોત તો કરાઈ રહેલી આ રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખી તાંત્રિક વિધિનો પર્દાફાશ થઇ શક્યો ન હતો અને સંભાવના છે કે બાળકીના જીવનો જોખમ ઉભું થયું હોત.