ચીખલી: મકાન અને સામાજિક વનીકરણના બેદરકારી કામગીરીના લીધે ચીખલીના કુકેરી-સુરખાઈ-અનાવલ માર્ગ પર એક વધુ જીવલેણ અકસ્માતની ઘટનામાં વાંસદાના ચાપલધરા ગામના નિર્દોષ યુવાન કાળનો કોળીયો બનવાનો વારો આવ્યાની સામે આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સુરખાઈ-અનાવલ માર્ગ પર કુકેરી હનુમાન ફળિયા પાસે GJ-21-BJ-388 નંબરની વાંસદાના ચાપલધરા ગામના સંતોષભાઈ જયંતિભાઈ પટેલ નામનો બાઈક સવારનો તેમની પત્ની સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે રાત્રિ દરમિયાન વળાંકમાં સ્ટિયરીંગ પર કાબૂ ન રહેતા જાબુંના ઝાડ સાથે અથડાતા તેને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું જ્યારે પત્ની કલાવતીબેનને ઈજા થવા પામી હતી. આ ઘટનાને લઈને મૃતકના ભાઈ રજનીકાંત પટેલે પોલીસે ફરિયાદ કરી છે.
સ્થાનિકોનું કહેવું છે કે જાંબુનું ઝાડ કાપવાની રજૂઆત જિલ્લા સંકલન સુધી પહોંચાડવા આવી છે પણ આજદિન સુધી ન તો રસ્તા અડચણ બનતાં માટીના ઢગ હટાવાયા કે ઝાડ કપાયું નથી. વારંવાર કરાયેલ રજૂઆત પ્રત્યે ગંભીરતા નહીં દાખવનાર માર્ગ મકાન અને સામાજિક વનીકરણના અધિકારીઓ નિર્દોષોના ભોગ રહ્યા છે. હવે આવનારા સમયમાં લોકો કયા પગલા લેશે એ જોવું રસપ્રદ રેહશે.

