નવસારી: આમ આદમી પાર્ટી આવનાર લોકસભાની ચુંટણીમાં વિજય મેળવવા કોઈ કમી રાખવા માંગતી ન હોય તેમ સંગઠને વિસ્તારવા અને મજબુત બનાવવા ગુજરાતમાં ગતરોજથી શરૂ થનાર તિરંગા સભાની નવસારી જિલ્લામાં શુભ શરૂઆત વિજલપોર તાલુકાથી કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ તિરંગા સભામાં નવસારી લોકસભા સીટ આમ આદમી પાર્ટીનાના ઇન્ચાર્જ શ્રી પંકજભાઈ તાયડે જી, નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ, ચંદ્રકાંત ભાઈ રાણાજી, અનિલભાઈ ભદોરિયાજી, પ્રદીપ ભાઈ મિશ્રાજી, શશીકાંતભાઈ સોનીજી, નાનુભાઈ પટેલ, પ્રકાશ ભાઈ પટેલ, સુરેશભાઈ પાંડે જી, સુરેશભાઈ પાટિલજી, ભરતભાઈ ગુપ્તાજી, ગોપાલભાઈ, શમીમ બેન, રિઝવાના બેન જેવા આગેવાનો તેમજ સ્થાનિકો લોકો હાજર રહ્યા હતા.

તિરંગા સભાની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી ત્યાર બાદ એ વિસ્તારની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે જે કામો કર્યા છે એની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.