વાપી: રાજય સરકારે હવે રસ્તા પર રખડતાં ઢોરોના લીધે અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા ટીડીઓ અને મામલતદારને મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. ત્યારે વાપી તાલુકામાં ટીડીઓ અને મામલતદાર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરીની શરુવાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વાપી અને વલસાડ જિલ્લામાં રખડતાં ઢોરોનો ત્રાસ ખુબ જ છે. અને તેના કારણે અકસ્માતના બનાવો બનતાં જ રહે છે એવા સંજોગોમાં વાપીમાં ટીડીઓે અને મામલતદારને કામગીરી સોપ્યા પછી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે ખરો કે નહિ એ જોવું રહ્યું
વાપી તાલુકા વિકાસ અધિકારી સુરજીવ રાઠવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે રખડતાં પર મોનિટરિંગની કામગીરી વાપી મામલતદારની સૂચના મુજબ કામગીરી કરવામાં આવશે. જયારે વાપી મામલતદાર એસ.કે.વળવીએ સૂચના મુજબ કામગીરી થઇ રહી હોવાનું જણાવ્યું હતું.