વાંસદા: ગતરોજ Decision Newsમાં છપાયેલા અહેવાલ ઈફેક્ટ જોવા મળી છે વાંસદા પંચાયતમાંથી પૂર્વેશ પરમાર નામના તલાટીની તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બદલી કરી દેવાતાં પંચાયતના સભ્યો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

વાંસદા પંચાયતમાં ગ્રામ સરપંચ-સભ્યો અને તલાટી વચ્ચે ડખો હોવાના લીધે છેલ્લાં દોઢ મહિનાઓથી શાળા-કોલેજો દાખલા કે અરજી ની નિકાલ કે ગ્રામ પંચાયતમાં કરેલા કામોના બીલો મંજૂર કરવા પંચાયતના અને ગ્રામજનોના કામો અટવાયા હતા.જેનો હવે નિકાલ હવે આવી જશે કારણ કે વાંસદા પંચાયતમાંથી રજા પર ઉતારી ગયેલાં પૂર્વેશ પરમાર નામના તલાટીની બદલી કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ હવે નવા તલાટી વહીવટ સંભાળશે.

હાલમાં જાણવા મળેલી માહિતી મુજબ વાંસદા પંચાયતના તલાટી કમ મંત્રી પુર્વેશસિહ પરમારની ચિકટીયા ગ્રામ પંચાયતમાં અને ચિકટીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પંકજભાઈ પટેલને વાંસદા ગ્રામ પંચાયતમાં ઓર્ડર આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લેવાયેલા આ નિર્ણયનો ગ્રામજનો પ્રસંશા કરી રહ્યા છે.